જાણો ગાય કે ભેંસ માંથી કોનું દૂધ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે…

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી, પનીર, માવો વગેરે બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે દૂધમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે જે ખાસ કરીને હાડકાં અને દાંતને માટે જરૂરી હોય છે. હેલ્ધી રહેવા માટે ડોક્ટર્સ પણ રોજ 1 ગ્લાસ અચૂક દૂધ પીવાની સલાહ આપી રહ્યા છે.

બાળક જન્મે ત્યારે તેને માતાનુ દુધ પીવડાવવામાં આવે છે અને બાદમાં તેને ગાય કે ભેંસનુ દુધ પીવડાવવામાં આવે છે. કોઇ પણ ઉંમરના માણસને ગાય કે ભેંસનુ દુધ આપવુ તે લાભદાયી છે પરંતુ જ્યારે બંનેમાંથી કોનુ દુધ ઉત્તમ છે તેવી વાત આવે ત્યારે આપણે નક્કી કરી શકતા નથી. આજે અમે તમને જણાવી દઈએ કે કોનુ દુધ ઉત્તમ છે ગાયનું કે ભેંસનું..

image source

ગાય અને ભેંસ બંનેનું દુધ ફાયદાકારક હોય છે. ભેંસનુ દુધ જાડુ હોવાને કારણે તે જલ્દી પચતુ નથી જ્યારે ગાયનુ દુધ પાતળુ હોવાને કારણે આસાનીથી પચી જાય છે. ભેંસના દુધમાં 5થી 7 ટકા ફેટ હોય છે જ્યારે ગાયના દુધમાં 3થી4 ટકા જ ફેટ હોય છે માટે બાળકો અને વૃદ્ધોને ગાયનુ દુધ આપવાની સલાહ આપવામાં આવે છે. જેથી તે જલ્દી પચી જાય.

image source

ભેંસનું દૂધ કોણે પીવું જોઈએ?

કહેવામાં આવે છે કે, ભેંસના દૂધમાં ગાયના દૂધની તૂલનાએ 10 થી 11 ટકા વધુ પ્રોટીન હોય છે. એટલા માટે જેના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તેમણ ભેંસનું દૂધ પીવું જોઈએ. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જેથી આ દૂધ હાયપરટેન્શન અને કિડની પ્રોબ્લેમથી પરેશાન લોકો માટે ખુબ ફાયદા કારક માનવામાં આવે છે.

image source

કીડની સમસ્યા માટે ભેંસનું દૂધ

ભેંસ અને ગાયના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે હાયપર ટેંશન, કિડની પ્રોબ્લેમ્સ, સ્થૂળતાનો શિકાર લોકોને માટે આ બેસ્ટ ઓપ્શન છે.

image source

ગાયનું દૂધ કોણે પીવું જોઈએ?
જો તમે પાણી ઓછું પીવ છો અને એવું ઈચ્છી રહ્યા છો કે, શરીરમાં પાણીની કમી ન પેદા થાય તો તમારે ગાયનું દૂધ  પીવું જોઈએ. ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે. જે તમને હાઈડ્રેટ રાખે છે.

image source

વજન ઘટાડવા માટે ગાયનું દૂધ

જે લોકો પોતાનું વજન ઘટાડવા માગે છે તેમના માટે પણ ગાયનું દૂધ ફાયદા કારક છે, કારણ કે, તેમાં ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ સાથે જ ગાયના 100 મિલી દૂધમાં માત્ર 61 કેલેરી જ હોય છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

fmovies moviesjoy 123 series 123 tv shows hd 123moviesfree 123movie watch tv shows online free watch tv shows hd free watch anime free online watch movies online free watch tv shows online free watch movies online myflixer flixtor watch series online free swatchseries soap2day watchmovieshd watchserieshd