ખાલી પેટ ચા પીવાથી થાય છે સ્વાસ્થ્ય સબંધી ઘણા નુકશાન, જાણો ચા પીવાનો યોગ્ય સમય..

ભારતીય લોકો સવારની શરૂઆત ચા પીઈને કરે છે. ઘણા લોકોને સવારે ચા ની ચુસ્કી વગર દિવસ ની શરૂઆત સારી જતી નથી. પછી તે યુવાન હોય કે વૃદ્ધ હોય લગભગ બધા લોકોનો દિવસ ચા થી જ શરૂ થતો હોય છે. ચા એ લોકોના જીવનમાં મહત્વનો ભાગ બની ગઈ છે. જો સવારમાં ચા ન મળે તો કદાચ એવું  થાય કે દિવસની શરૂઆત બરાબર થઇ જ નથી.

ચામાં ઘણા પ્રકારના એસિડ હોય છે. ખાલી પેટ પર ચા પીવાથી તમારા પેટને સીધું જ નુકસાન પહોચે છે. આજે અમે તમને સવારે ખાલી પેટ ચા પીવાથી થતા નુકશાન વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ ખાલી પેટ ચા પીવાના નુકશાન કાય ક્યાં છે અને ચા પીવાનો યોગ્ય સમય..

image source

દૂધ વાળી ચાના નુકશાન

ખાલી પેટ દૂધ વાળી ચા પીવાથી તમારા શરીરમાં થાક આવે છે, સાથે સાથે ચા માં દૂધ મિક્સ કરીને એન્ટી-ઓકિસડન્ટોની અસર દૂર થાય છે. ખાલી પેટ પર ચા પીવાથી તમને ગેસ થઈ શકે છે અને એસિડિટી પણ થઈ શકે છે. આ ઉપરાંત ખાલી પેટ ચા પીવાથી આપણે ખાધેલા ખોરાકમાંથી મળેલા પ્રોટીન તેમજ અન્ય પોષકતત્વોનું બરાબર રીતે અવશોષણ થતું નથી. જેના કારણે તે આપણા શરીરને પ્રભાવિત કરે છે અને આપણે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર પણ થઇ શકીએ છીએ.

image source

સ્ટ્રોંગ ચા

ઘણા લોકો સ્ટ્રોંગ ચા પીવે છે, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે, હકીકતમાં, ચા માં ટેનીન હોય છે જે આહારમાં રહેલા આયર્ન સાથે પ્રતિક્રિયા (રિએકશન) આપી શકે છે. તેથી, જમ્યા પછી ચા પીવાથી તમારા ખોરાકમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ શકે છે.

image source

ઓછામાં ઓછી ચા પીવી

જો તમે દિવસમાં 2 વાર થી વધારે વખત ચા પિતા હોય, તો પછી તમારી ટેવમાં સુધારો કરી લેવો, કારણ કે એનાથી તમારું શરીર અંદરથી ખાલી થઈ જાય છે. સાથે જ ચા ગળાના કેન્સરનું પણ કારણ બની શકે છે, એટલા માટે ચા નું ઓછામાં ઓછું સેવન કરવું, જેથી તમારું સ્વાસ્થ્ય સારું બની રહે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી