વાળને ખરતા રોકવા માટે આ છે રામબાણ ઈલાજ, અપનાવો માત્ર આ સરળ ઉપાય

આજકાલ લોકોમાં નાની ઉંમરમાં વાળ ખરવાનું સામાન્ય થઈ ગયું છે. એટલા માટે અમે આજે તમને વાળ ખરતા અટકાવા ના ઘરેલું ઉપાય અને રિતો બતાવ જઈ રહ્યા છીએ. તમે આ રીતોનો ઉપયોગ કરીને વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મળશે.

image source

વાળ ખરતા રોકવાના ઘરેલું ઉપાય અને રીતો : વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે.પરંતુ, આનું મુખ્ય કારણ ખરાબ ખાવું-પીવું , નબળી જીવનશૈલી, પોષકની ઉણપ, આંશિક હોર્મોન્સ, ત્વચા સંબંધિત રોગો છે. આ કારણો સિવાય,વાળ પર કેમિકલયુક્ત વાળના ઉત્પાદનોનો ઉપયોગ કરવી પણ વાળ ખરવાનું કારણ હોઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વાળ ખરતા અટકાવવાના ઘરેલું ઉપાય અને રીતો શું છે?

image source

વાળ ખરતા અટકાવવા ઘરેલું ઉપાય :-

નાળિયેર : નાળિયેરના તેલ વાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નાળિયેરના તેલમાં પ્રોટીન, ચરબી, ખનિજ, પોટેશિયમ અને આયર્ન હોય છે જે વાળને ખરતા રોકવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.  નાળિયેરના તેલમાં હાજર આ તત્વો વાળને મજબૂત બનાવે છે. આ માટે તમારે પહેલા નાળિયેરને પીસવું પડશે ત્યારબાદ તેમાંથી દૂધ કાઢીને તેમાં થોડું પાણી ઉમેરો. તેને ત્યાં જગ્યા લગાવો જ્યાં વાળ પતલા થાય છે. તેથી વાળનું ખરવાનું બંધ થઈ જશે.

image source

મેંદી : હિના એટલે કે મહેંદીનો ઉપયોગ વાળમેં રંગવા અને કન્ડિશનર તરીકે કરવામાં આવે છે. જો કે, મહેંદી વાળ ખરતા અટકાવવામાં પણ  ખૂબ ફાયદાકારક છે. તેને સરસવના તેલમાં મિક્સ કર્યા પછી તેને વાળ પર લગાવવાથી વાળને મજબૂતી મળે છે અને વાળ ખરતા અટકે છે. તેનો ઉપયોગ માટે એક બાઉલમાં ૨૫૦ મિલી સરસવનું તેલ લઈને તેમાં ૬૦ ગ્રામ સુકા મહેંદીના પાન નાખીને તેલથી ઉકાળો. પછી તેને ગાળી લો. ઠંડુ કરીને બરણીમાં તેલ ઉમેરીને રાખી મુકો. તેને દરરોજ લગાવો તેથી વાળ ખરવાનું બંધ કરશે.

image source

જાસૂદનું ફૂલ : કદાચ તમે પણ જોયું હશે કે કેરળની મહિલાઓના વાળ કાળા હોય છે. તેનું કારણ નાળિયેરનું તેલ અને જાસૂદનું ફૂલ છે. નાળિયેરનું તેલ અને જાસૂદનું ફૂલ વાળમાં ખોડાની સમસ્યાને દૂર કરે છે.જાસૂદ ફૂલના નિયમિત ઉપયોગથી વાળ ખરતા ઘટાડો થાય છે. તેના ઉપયોગ માટે જાસૂદના ફૂલોને પીસી લો અને તેમાં નાળિયેર તેલ નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ આ પેસ્ટને વાળ પર સારી રીતે લગાવો.થોડા સમય પછી તેને શેમ્પૂથી સાફ કરો. આ તમારા વાળને મજબૂત બનાવશે અને તૂટશે નહીં.આ સિવાય તમે આંબળાંનો ઉપયોગ પણ કરી શકો છો. વાળ ખરવાની સમસ્યાના નિદાન માટે આંબળાંને શ્રેષ્ઠ સારવાર માનવામાં આવે છે. વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપુર આંબળાંને નિયમિત ઉપયોગથી વાળ ખરતા બંધ થઈ જશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી