કુંડળીમાં શુક્ર અશુભ હોય તો જીવન પર પડે છે ખરાબ અસર, જાણો એને દુર કરવા માટેના ઉપાય
શુક્ર એક ચમકદાર અને કુદરતી રૂપે સુંદર ગ્રહ છે. શુક્ર ના પ્રભાવ થી વ્યક્તિ ને ભૌતિક અને સમસ્ત સાંસારિક સુખો ની પ્રાપ્તિ થાય છે. શુક્રને વૈભવ કારક ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં શુભ ગ્રહ દશા ચાલતી હોય તો વ્યક્તિનું ભાગ્ય જોરમાં હોય છે. તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેને મન ગમતી વ્યક્તિ વસ્તુઓ અને જોબ મળે છે. જ્યારે ગ્રહોની દશા વિપરીત હોય તો તે બનતા કામ પણ બગાડી દે છે. દશા અશુભ બને તો વ્યક્તિ સતત મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. કુંડળીની અનુકૂળ અને પ્રતિકૂળ દશઆ વ્યક્તિનાં જીવનની સાથે જ બને છે.
image source
શુક્ર ગ્રહની વિશેષતા
શુક્રને વરુણ ગ્રહ પણ કહેવામાં આવે છે. તે દ્વાદશ ભાવમાં ખૂબ જ મજબૂત છે. શુક્રની રાશિ મીન રાશિ છે. તે લગભગ 14 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તે જળ તત્વને નિયંત્રિત કરે છે. તેથી જ ઘણા લોકો તેને વરુણ દેવ પણ કહે છે. અંકશાસ્ત્રમાં તેની સંખ્યા 7 છે.
image source
શુક્ર ગ્રહ ના અશુભ હોવાની અસર
- શુક્ર ગ્રહ નું રાહુ સાથે હોવું એટલે કે સ્ત્રી અને ધન નો પ્રભાવ ખલાસ થવા માંડે છે.
- અંગુઠા માં દુખાવો રહેવો અથવા કોઈ બીમારી વગર જ અંગૂઠો ખરાબ થઈ જાય છે.
- ત્વચા ના વિકાર, ગુપ્ત રોગ, જીવનસાથી સાથે બિનજરૂરી વિવાદ પણ શુક્ર ના ખરાબ લક્ષણો દર્શાવે છે.
- જો શનિ નીચ નો હોય ત્યારે પણ શુક્ર ગ્રહ નો પ્રભાવ ખરાબ હોય છે.
- શુક્ર ના અશુભ ફળ દેવા પર વ્યક્તિ માં ચારિત્રિક દોષ ઉત્પન્ન થઈ જાય છે. નીચ નો શુક્ર વૈવાહિક જીવન માં અશાંતિ અને વિવાદ ઉત્પન્ન કરે છે. ત્વચા સંબંધી રોગ અને અંગૂઠા માં દુખાવો શુક્ર ની અશુભ નિશાની કહેવા માં આવે છે.
image source
શુક્ર ગ્રહ શુભ થવાથી કેવા પરિણામ આપે
તે વ્યક્તિને અત્યંત સંવેદનશીલ અને ભાવનાશીલ બનાવે છે. તે વ્યક્તિની અંદર કલ્પના અને રહસ્યના ગુણો ઉત્પન્ન કરે છે. તે વ્યક્તિને શુદ્ધ કરે છે આધ્યાત્મિકતા આવે છે. તે કલા, સંગીત અને ફિલ્મી ક્ષેત્રે ઘણી સફળતા આપે છે. તે વ્યક્તિને ઘણી પ્રસિદ્ધિ અને ખ્યાતિ આપે છે.
image source
કુંડળીમાં શુક્ર અશુભ હોય તો કરવા આ ઉપાય
શુક્ર ગ્રહ જળ તત્વને નિયંત્રિત કરે છે, એટલા માટે પાણીનો બગાડ ના કરવો. દરરોજ સવારે વરુણ મંત્રનો જાપ કરો. મંત્ર “ॐ વરુણાય નમ:” શક્ય હોય ત્યાં સુધી હળવા વાદળી રંગના કપડા પહેરવા.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી