પૂર્વ દિશામાં મોં કરીને દાન આપવાથી સારા પુણ્યની થાય છે પ્રાપ્તિ..

દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે પરંતુ તે દાન સુપાત્રને કરેલું હોય તો હંમેશા પુણ્ય જ મળે છે. શુદ્ધ મનથી અને સુપાત્રને કરેલું દાન અનંત સુખ આપનારું અને ફળદાયી હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ દાન સંબંધિત કેટલીક વાતો જણાવવામાં આવી છે.

દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્યને હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે ! તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું.

image source

સામાન્ય રીતે દાન કરતી વખતે દાન આપનારનું મુખ પૂર્વ દિશા તરફ અને લેનારનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચાર દિશાઓ છે. આ ચાર દિશાઓમાંથી કોઈ પણ બે દિશા વચ્ચે ઉપદિશા કે ખૂણો આવેલો હોય છે. પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય છે. ઈશાન ખૂણો વાસ્તુમાં સૌથી મહત્ત્વનો ગણાય છે. એટલા માટે દાન આપતી વખતે મોં ને પૂર્વ દિશા તરફ રાખવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે.

જો તમે પૂર્વ તરફ મોં રાખીને દાન કરો છો, તો તમે ચોક્કસપણે દાન પુણ્ય મેળવશો. આ સિવાય, જો દાન સ્વીકારનાર બ્રાહ્મણ પણ ઉત્તર તરફ હોય તો શુભ ગણાય છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે દાન આપતી વખતે આપણે આવી વસ્તુઓનું ધ્યાન રાખતા નથી, જે જ્યોતિષ શાસ્ત્ર કે વિધિ વિધાન અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.

image source

આપવા માટે યોગ્ય દસ મહાદાન

ગાય, જમીન અથવા ભૂમિ, તલ, સોનું, ઘી, કપડાં, અનાજ, ગોળ, ચાંદી અને મીઠું. પૂર્વજો માટે આ પ્રકારનું દાન આપવામાં આવે છે.

અષ્ટ મહાદાન

તલ, લોખંડ, સોનું, કપાસ, મીઠું, સપ્તધાન્યા, જમીન અને ગાય.

image source

શું છે દાનની પાછળની માન્યતા

દાન આપવાની માન્યતા છે કે જો જીવન દાન ન આપવામાં આવે તો જીવન સફળ થતું નથી, તેથી દાનનું વિશેષ મહત્વ આપણા શાસ્ત્રોમાં જણાવાયું છે. દાન કરવાથી પુણ્ય મળે છે, પણ દાન આપતી વખતે, હૃદયમાં એવું વિચારવું ન જોઈએ કે મારાથી મોટો દાની કોઈ નથી, નહીં તો દાન આપવાનું ફળ મળશે નહીં અને આપેલ દાન વ્યર્થ જશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી