જાણો સિમકાર્ડ કોના નામ પર છે રજીસ્ટર, તે જાણવા કરો ફક્ત આટલું, ૨ મિનિટમાં જાણી શકાશે..

શું તમે જાણો છો કે જે સિમ તમે ઘણા દિવસો થી ઉપયોગ કરી રહ્યાં છો, તે તમારું પોતાનું છે કે નહીં. ઘણી વખત જોવામાં આવ્યું છે કે બનાવટી દસ્તાવેજો ના આધારે, એક વ્યક્તિને બીજાના નામે સિમ આપવામાં આવે છે, આ એવી ટ્રિક છે જેનાથી ખબર પડે છે કે સિમ કાર્ડ કોના નામે રજિસ્ટર્ડ છે. તેમાં તમે તમારા સિમની સાથે બીજાના સિમ વિશે પણ જાણી શકો છો.

ઘણીવાર આપણને ખબર પણ હોતી નથી કે આપણું સિમ કોના નામથી રજિસ્ટર છે. આપણે કોના નામે સિમ લીધું હતું. એવામાં આ ટ્રિક કામ કરે છે. અમે તમને જણાવી દઈએ કે તમે કેવી રીતે સિમ કોના નામ પર રજિસ્ટર થયેલ છે તે શોધી શકો છો, તો ચાલો જાણી લઈએ..

image source

એપ ઇન્સ્ટોલ કરવાથી રહેશે

સીમ કાર્ડ ના માલિક વિશે જાણવા માટે તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે. તમારી પાસે જે ટેલિકોમ કંપનીનો નંબર છે, તેની એપ ડાઉનલોડ કરવી પડશે. આઇડિયા, એરટેલ કે વોડાફોન સહિત બધી એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. બધામાં સિમ માલિકનું નામ જાણવાની પ્રોસેસ એકદમ એક જેવી છે. જોકે આ પ્રક્રિયા દ્વારા બીએસએનએલ કંપની ના સિમકાર્ડ ની જાણકારી કાઢી ન શકાય.

image source

મોબાઇલ નંબર નાખીને કરવું આ કામ

આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી, તમારે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરવો પડશે, એપ્લિકેશન ખોલ્યા પછી, તમારે રજિસ્ટર પર ક્લિક કરવું પડશે, તમારી માહિતી ભર્યા પછી, તમારી પાસે એક ઓટીપી આવશે, તે એપ્લિકેશનમાં આ ઓટીપી નાખીને તમારી નોંધણીની પ્રક્રિયા પૂરી કરવાની છે.

image source

હવે તમારું એકાઉન્ટ ઓપન થઇ જશે. તેમાં તમને  તમારી એપ્લિકેશનની ટોચ પર એક નામ દેખાશે, જે સિમના માલિકનું અસલી નામ હશે, જો આ નામ તમારું છે તો તે ઠીક છે, પરંતુ, જો તે નામ તમારું નથી, તો તેનો અર્થ એ કે તમારું સિમ કોઈ બીજાના નામ પર છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી